ગિલ્લી-દંડાની કમાલ
ગિલ્લી-દંડાની કમાલ
1 min
184
કમાલની વાત કહું દોસ્ત,
ગિલ્લી-દંડાની આ રમત,
જેને જાણે આખું જગત,
વર્લ્ડકપની તો વાત જ અનોખી !
દિલ-ધડક મેચ, ખેલાડીઓના જુસ્સાભેર પ્રદર્શન,
પ્રસંશકોની વાહવાઈ ને દેશનું સમ્માન,
દોસ્ત, ક્રિકેટ એટલે બસ ક્રિકેટ જ,
એની તોલે કોઈ ના આવે,
માહોલ એવો ગરમાગરમ
જાણે તહેવારની ઋતુ જોઈ લો !
સ્ટેડિયમમાં તો જાણે બસ દિવાળી જ દિવાળી,
દોસ્ત-ભાઈઓ ને સગાસંબંધીઓની
થાય ઘરમાં પધરામણી,
ભજીયા, ગાંઠિયા ને ચાહની થાય ઉજવણી,
મન-સમ્માન ને મોભાદાર
આ ક્રિકેટ મહોત્વને તો આપણે પણ બિરદાવીએ,
ગિલ્લી-દંડો, જે દેશભરમાં ફરકાવે 'ભારત'નો ઝંડો.