ગાઈ જુઓ
ગાઈ જુઓ


દિલ ને હળવું કરવા એકાદ ગીત ગાઈ જુઓ.
જીવને ઉમંગ ભરવા એકાદ ગીત ગાઈ જુઓ.
એ શક્ય નથી અવાજ બધાના સારા જ હોય,
તોય વલોપાત હરવા એકાદ ગીત ગાઈ જુઓ.
શાંતિ વળશે ચિતને મન પ્રફુલ્લિત થઈ જવાનું,
ને નિરાશાને હટાવવા એકાદ ગીત ગાઈ જુઓ.
ભલેને હોય કવિતા, સ્તુતિ કે ફિલ્મી ગીત પણ,
અંતર ઊભરો ઠાલવવા એકાદ ગીત ગાઈ જુઓ.
વધશે પ્રસન્નતા મનની ને અશાંતિ જતી રહેશે ને,
શાંતિ ઉરમાં સ્થાપવા એકાદ ગીત ગાઈ જુઓ.