STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

એવા સંતશરણે સદા આવીએ

એવા સંતશરણે સદા આવીએ

1 min
400



એવા સંતશરણે સદા આવીએ,

જેની રગરગમાં રામ, કામક્રોધનું ન કામ... એવા.


સત્ય દયા ને પ્રેમથી જેનું ભર્યું શરીર;

તપના તીખા તેજથી નાઠી જેની પીડ.

એને પગલે ચાલીને પીડા ટાળિયે.

એની કરવી પૂજા, એ તો દેવ દૂજા; એવા.

જેની નસનસમાં નાદ, ભક્તિ કરુણાનો સાદ... એવા.


જ્ઞાન દીવડે જેહના નાઠા છે અંધાર,

આતમનો છે જેમણે કર્યો પ્રાપ્ત પરકાશ.

એને તેજે અજ્ઞાન, તમ, ટાળિયે.

એની કરવી પૂજા, એ તો દેવ દૂજા; એવા.

રિદ્ધિસિદ્ધિ જેની સાથ, નવનીધિ છે દાસ... એવા.


વદને સ્મિત છે શોભતું, આંખ અમીની ધાર,

વચન મધુસમા સત્ય છે, અંતર ફૂલ સમાન.

એના સહવાસથી સુવાસ પામિયે,

એની કરવી પૂજા, એ તો દેવ દૂજા; એવા.

ન્હાનાં મોટાં જેનાં કામ, ભર્યાં સતથી તમામ... એવા.


જીવ માત્ર પર પ્રેમ છે, હિતની ચિંતા એક;

નામ રૂપ ભર જગતમાં જુએ એક પરમેશ.

સ્વપ્ને પણ ના માનવો, પ્રભુમાં એમાં ભેદ.

એની ભક્તિથી ભવને સુધારિયે... એવા.

એની કરવી પૂજા, એ તો દેવ દૂજા... એવા.


- શ્રી યોગેશ્વરજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics