Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

એટલું માંગું

એટલું માંગું

1 min
6.9K


ખૂલતી આંખે તારું દરશન થાય એટલું માંગું.

તને નિહાળી સહજ નમન થાય એટલું માંગું.


થાકી હશે જિહ્વા જગતની વ્યથા કહીકહીને,

તારા નામનું એને તો વ્યસન થાય એટલું માંગું.


લૌકિક વાતો સુણી કર્ણ કંટાળ્યા નિરંતર હવે,

તવ ગુણાનુકિર્તનનું શ્રવન થાય એટલું માંગું.


વિસ્તાર આશાનો પ્રતિદિન વૃધ્ધિ પામી રહેતો,

બસ તારી આશાથી શમન થાય એટલું માંગું.


હોય અંતકાળ નજીકને દેહ છૂટવાની તૈયારી,

હરિ એ વેળા તારું આગમન થાય એટલું માંગું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational