STORYMIRROR

Ajit Chavda

Romance

3  

Ajit Chavda

Romance

"એક મુસાફરી"

"એક મુસાફરી"

1 min
25.6K


મંઝિલની શોધમાં એક મુસાફરી શરૂ થઈ,

આ સફરના સથવારે અનેક સાથે યારી થઈ,


એક વ્યક્તિ સાથે એવી સગપણની ગાંઠ થઈ,

કે એને ઉકેલવામાં સફર મારી લંબાઈ ગઈ,


ગાંઠના પરિણામે દિલમાં લાગણી વ્યાપી ગઈ,

કે મારા ભીતરમાં પ્રેમ કેરી સરવાણી વહેતી થઈ,


ચાહતની એવી પળો એમની સંગે વિતી ગઈ,

કે દિલ દિમાગમાં અમિટ છાપણી થઈ ગઈ,


મુસાફરને મૃગજળ માફક મંઝીલ મળી ગઈ,

કે 'અજીજ' કેરી ગઝલની પૂર્ણાહુતિ થઈ ગઈ...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance