STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

એજ છે સાચું ભણતર

એજ છે સાચું ભણતર

1 min
11

જિંદગી માનવની છે ક્ષણભંગુર,

પ્રેમથી જીવન બનાવો તરબતર.


બસ કરી લો તમે સારા કર્મો,

ઈશ્વર આપી દેશે એનું વળતર.


ઈશ્વરની આજ્ઞા પાળો જીવનમાં,

કરો જીવન ઇમારતનું ચણતર.


કોઈની આંખોમાં પીડા વાચવી,

એજ છે આખરે સાચું ભણતર.


ફૂલ વાવશો તો ફૂલ મળશે,

કર્મોની જીવન પર થશે અસર.


માનવ સેવા થકી જ મળે ઈશ્વર,

સેવા કરવા નાં રાખો કોઈ કસર.


મળ્યો છે અમૂલ્ય મનખા દેહ,

તો આજેજ કરી લો એની કદર.


ફૂલ બની મહેક ફેલાવી દો,

આસાન બની જશે જીવન ડગર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational