STORYMIRROR

Dhruv Oza

Tragedy

5.0  

Dhruv Oza

Tragedy

એહસાસ

એહસાસ

1 min
25.7K


કહેવાની હતી એ વાત રહી ગયી,

રક્ત તરબોળ એ કટારી રહી ગયી.


ઘા શબ્દોની ખામોશીનો થયો છે,

ઘસરકામાં શરીરની ચામડી રહી ગયી.


આથમતા સંબંધના પડછાયામાં,

એક ઘડી એકરારની હતી પણ; રહી ગયી.


કવિતા હવે મારી અધૂરી જ રહી ગયી,

જિંદગીના અંતમાં જિંદગી રહી ગયી.


હશે નસીબમાં તો ખુલાસો થશે ક્યારેક,

કેમ; આ દિલમાં હજી એ કટારી રહી ગયી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy