STORYMIRROR

Dhruv Oza

Tragedy

3  

Dhruv Oza

Tragedy

હવે નહીં આવે

હવે નહીં આવે

1 min
25.1K


ભાંગી જે જંજાળ ફરી હવે નહિ આવે,

છટક્યો જે સમય ફરી હવે નહિ આવે.


વર્ણન ઘણા કર્યા દુઃખના પહાડ ઉપર,

નીકળ્યા જે શબ્દો ફરી હવે નહિ આવે.


તૂટેલા પાત્રમાંથી નીકળ્યો તારો અંશ,

બાળપણની યાદો ફરી હવે નહિ આવે.


અર્થવિહીન એ શબ્દો સમૃદ્ધ થય ગયા,

શબ્દોમાં એ તેજ ફરી હવે નહિ આવે.


કહેવું છે ઘણું મારે તારા દ્રષ્ટાંતમાં પણ;

કવિતામાં એ નામ ફરી હવે નહિ આવે.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Tragedy