STORYMIRROR

Jitendra Bhavsar

Classics Inspirational Others

0  

Jitendra Bhavsar

Classics Inspirational Others

એ લહાવો

એ લહાવો

1 min
166


ચૂકવા જેવો નથી એ લહાવો 

ઝાડ નીચે કદી બેસીને ખાજો..

તડકો ન લાગે ને હોય બપોર

રઝળતી હવા કરતી કલશોર

ગીતો ગાવા લાગી જાય થેાર

ચકલીની ચીચી ચાહે ચુકાદો...

ઝાડ નીચે કદી બેસીને ખાજો..

પશુ ને પક્ષી અહીં ભેગા મળી લે

હસે રમે ને વળી ક્યારેક લડી લે

ભાન શાન ભૂલીને જલસા કરી લે

આપ અહીં આવો, લૂંટી લો લહાવો...

ઝાડ નીચે કદી બેસીને ખાજો..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics