એ ભૂલ છે
એ ભૂલ છે
મળેલ મનખા દેહની કિંમત ના કરવી એ છે ભૂલ,
પોતાની જાતને ઊંચી અને બીજાને નીચા માનવા એ છે ભૂલ,
પૈસા માટે નૈતિક મૂલ્યો ભૂલવા એ છે ભૂલ,
સ્વાર્થ ખાતર સંબંધો રાખવા એ છે ભૂલ,
આપણી સંસ્કૃતિ ભૂલી બીજાની અપનાવવી એ છે ભૂલ,
સંપતિ માટે સંબંધોનો ત્યાગ કરવો એ છે ભૂલ,
કુદરતી સંપત્તિનો નાશ કરવો એ છે ભૂલ,
વ્યસનોને રવાડે ચડવું એ છે ભૂલ,
દેખાડા માટે નાણાં વેડફવા એ છે ભૂલ,
ગરીબ જોડે ખરાબ વ્યવહાર કરવો એ છે ભૂલ,
સમય છે હજી સુધારી લો તમારી ભૂલ,
નહીં તો ચૂકવવું પડશે તમારે એનું મૂલ,
એ પહેલાં સુધારી લો તમારી ભૂલ.
