STORYMIRROR

Rudra Vivek

Inspirational

3  

Rudra Vivek

Inspirational

એ બા

એ બા

1 min
13K


બાળપણની રમત રમતમાં,

દીકરીમાંથી ક્યારે પત્ની બની બેઠા,

તમને ખબરજ ના રહી...

ઘરગત્તા રમતા રમતા,

ક્યારે અમારું કુળ સાચવી લીધું,

તમને ખબરજ ના રહી...

જીવનના એ પલ હસતા રડતા,

કેમ કરી અમારી સાથે ગુજરી ગયા,

તમને ખબરજ ના રહી...

કઈ એ અશુભ ક્ષણે,

તમે મધુબેનમાંથી,

એક રુહ વગરનું શરીર બની બેઠા,

અમને ખબરજ ના રહી...

આપની છેલ્લી ક્ષણે,

અમને યાદ કરતા કરતા,

તમે યાદ બની બેઠા,

અમને ખબરજ ના રહી...

ચૂલા ચોંકા કરતા કરતા,

વાસણોને રાખથી સાફ કરતા કરતા,

ક્યારે તમે રાખ થઈ ગયા,

અમને ખબરજ ના રહી...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational