દશેરાનો ઇતિહાસ
દશેરાનો ઇતિહાસ
એક હતો રાવણ ખૂબ અભિમાન હતું એને,
દસ મસ્તક એ ધરાવતો હતો,
શ્રી રામે કર્યો આ દસ માથાનો વધ,
રાવણના અહંકારનો કર્યો એણે નાશ.
લંકાનો રાજા હતો એ તો,
સોનાની નગરી હતી એને,
પોતાની શક્તિનું બહુ હતું ઘમંડ એને,
દેવી સીતાનું કર્યું હરણ એને,
રામની સામે છેડ્યું યુદ્ધ એણે,
થયો શ્રીરામનો વિજય,
અસત્યની સામે સત્ય જીતી ગયું.
રાવણનું ઘમંડ ચૂર ચૂર થયું,
હજી પણ રાવણ દહન થાય,
વિજયા દશમી, દશેરા તરીકે તહેવાર ઉજવાય.
શીખવે આ પૌરાણિક કથા આપણ ને,
મનમાં રહેલી દસ બુરાઈને ખતમ કરવા,
આપે આપણ ને શીખ.
પાપ, કામ, ક્રોધ, લોભ, મોહ, ઘમંડ,
ઈર્ષ્યા અહંકાર, અમનાવતાનો કરો નાશ,
ત્યારેજ જીવનમાં મળશે સાચો ઉજાસ.
ભીતર પ્રગટેલા શંકાના રાવણનું કરો દહન,
ભીતર પ્રગટેલી બુરાઈઓનું કરી દો વહન,
બુરાઈઓથી સાફ રાખો તમારી જહન.
કુવિચાર રૂપી રાવણનો કરો નાશ,
મનમાં રહેલા અહંકારનો કરો વિનાશ,
તોજ રામ રાજ્ય રૂપી મળશે ઉજાસ.
ભીતરની રાવણવૃત્તિને બાળી દો,
ઘમંડ ઈર્ષ્યા અદેખાઈ ને સળગાવી દો,
સચ્ચાઈની દીવાસળીથી,
અંદર રહેલા રાવણને જલાવી દો.
ના કરજો દેહનું અભિમાન,
યાદ રાખજો રામાયણની વાત,
માટીમાં મળી જશે આ બધી શાન.
લંકાપતિ રાવણનું પણ તૂટ્યું અભિમાન,
અવગુણોને નાખો તમે જલાવી,
સચ્ચાઈનો દીપ તમે લો જલાવી.
ત્યારેજ મળશે તમને સાચી ખુશાલી,
કરો દિલથી તમે જીવનમાં સુંદર કરણી,
એજ સાચા અર્થમાં દશેરાની ઉજવણી.
