દરરોજ
દરરોજ
તારું રિસાવુંને મારે મનાવવું એ રહ્યો ક્રમ દરરોજ,
મારું રિસાવુંને તારે મનાવવું એ રહ્યો ક્રમ દરરોજ,
આમ તો નાની શી વાતમાં નારાજ તું થનારી રહી,
તોય મલમપટ્ટી કરી હરખાવું એ રહ્યો ક્રમ દરરોજ,
અનાયાસે મતભેદ કેવું રૂપ વરવું લઈને પ્રગટ થતા,
ને પછી લોહીઉકાળા પસ્તાવું એ રહ્યો ક્રમ દરરોજ,
તાલમેલની નીતિના દામ્પત્યને સ્પર્શી સુધ્ધાંયે વળી,
અફસોસની આગમાંહી શેકાવું એ રહ્યો ક્રમ દરરોજ,
ના ખામી નિજની કોઈને નજરે ચડતી કદીએ સહજ,
દલીલો તણી વૈતરણીમાં તરવું એ રહ્યો ક્રમ દરરોજ.

