દર્દ મળે તો ઘૂંટો
દર્દ મળે તો ઘૂંટો
દર્દ મળે તો ઘૂંટો
જીવનમાં એવું ઘૂંટો
જીવન આખું બની જાય ચંદનવન
લાગ મળે તો લૂંટો.
સાંજ મજાની લૂંટો.
કે સઘળા શ્વાસો થઇ જાશે વૃંદાવન
અચરજના હીંડોળે ઝૂલી ઝટપટ દોડી જાય
શું છે એવું જીવનમાં કે જીવવાનું મન થાય ?
વાદળ માફક તૂટો
અનરાધારે તૂટો.
કે ધરતીના કણકણમાં થાતું ગુંજન
દર્દ મળે તો ઘૂંટો
જીવનમાં એવું ઘૂંટો
કે જીવન આખું બની જાય ચંદનવન
દરિયા વચ્ચે પડતું મેલી શું પામો છો એમાં ?
ટહૂકાની ભાષાના અક્ષર આડાઅવળાં જેમાં !
ફૂલ બગીચે ચૂંટો
મોજ પડે તો ચૂંટો
કે પાંખોમાં ઓગાળી નાખો તનમન
દર્દ મળે તો ઘૂંટો
જીવનમાં એવું ઘૂંટો
કે જીવન આખું બની જાય ચંદનવન
