STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

દિવાળી આવી

દિવાળી આવી

1 min
362

નામસ્મરણે અંતરને અજવાળો દિવાળી આવી,

મનમાંહી નૂતન આશને જગાવો દિવાળી આવી,


ભૂલી જઈએ પરસ્પરના વાંધાવચકાને વિરોધોને,

અબોલા મેલી સામેથી બોલાવો દિવાળી આવી,


જ્ઞાનદીપથી જીવન શણગારીએ સપનાં સજાવી,

તમારું ભાવિ તમે પોતે બનાવો દિવાળી આવી,


ફટાકડાની આતશબાજીમાં ભૂલી અવળો અતીત,

"આજ"ને શણગારીને વધાવો દિવાળી આવી,


સ્નેહસુધા શબ્દે છલકાવીએ પરાવાણી કેરા સંગે,

ભૂલ્યા ત્યાંથી નવેસરથીને ગણો દિવાળી આવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational