STORYMIRROR

Jitendra Bhavsar

Inspirational

2  

Jitendra Bhavsar

Inspirational

દિવાળી આવી...

દિવાળી આવી...

1 min
13.6K


ગઝલ છોડો ગીતો ગાઓ,

આવી દિવાળી...

મકાન સંગે મન રંગાવો,

આવી દિવાળી...

ચાલો જઈએ મામાને ઘેર,

ફેસબુક પર ફોટા શેર,

દુ:ખો ભૂલી કરીએ લહેર,

ચાલો ચાલો ટિકિટ મંગાવો,

એકબીજાને ચાનક ચઢાવો...

આવી દિવાળી...

ફટાકડાને ઓછા ફોડીએ,

જૂના નવા રસ્તા શોધીએ,

હૈયા સાથે હૈયા જોડીએ,

ખોટ ઘટાડો નફો વધારો,

ભલે પધારો ભલે પધારો...

આવી દિવાળી...

ઊંધિયુ સાથે શીખંડ પૂરી,

એક છોકરીની વાત અધૂરી,

દિવાળીમાં કરીએ પૂરી,

આગે આગે બાત બઢાઓ,

આનંદ મંગલ ગીતો ગાઓ...

આવી દિવાળી...

સુખ સૌને મળી રહેજો,

શુભેચ્છાઓ ફળી કહેજો,

હસતા રમતા કાયમ વહેજો,

આવ્યો છે તો લઈ લો લહાવો,

દિવાળીને ભરપૂર વધાવો...

આવી દિવાળી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational