દિલ
દિલ

1 min

23.4K
દિલની દાસ્તાન કૈં માણસે માણસે કહેવાય નહીં,
ભંડારી રાખવી ઉરે હોય કઠિન કે સહેવાય નહીં.
સાવ કાચું ગણિત છે દિલનું આખરે વહી જતું,
છોડો વાત નફા નુકશાનની એ કૈં જોવાય નહીં.
ચાહવું, ઝંખવું, તડપવુંને પામીને જ વિરમવું,
દિલ એ તો દિલ છે એ બધાંને સમજાય નહીં.
ધડકવું, ટપકવુંને ભાવભંડારો ખુલ્લા મૂકવા,
એ રસ્તો જ વન વે ત્યાંથી પાછું વળાય નહીં.
પીડા દિલની કાગળ કલમ ન આલેખી શકે,
દિલને દિલ સમજે જ્યાંત્યાં વર્ણવાય નહીં.