દીકરીનો બાપ
દીકરીનો બાપ
દસ દિવસની દીકરી,
ને એકવીસ દિવસનો કર્ફ્યુ,
હાલત થઇ કફોડી એવી,
કે જોવા એને કોઈ ના ફરક્યું.
કાગડોળે જોવાતી હતી,
જેના આગમનની રાહ,
આવી પહોંચી એ ઘરના આંગણે,
પણ વેરી બન્યો છે માહ.
ફેસ ટુ ફેસ મળી નથી શકતો,
એથી વર્ચ્યુઅલી જ મળી લઉં છું,
શું કરું ? દીકરીનો બાપ છું,
જાહેરમાં નહિ, ખૂણામાં રડી લઉં છું.
દીકરી...... મન તો ઘણુંય થાય છે,
તને મળવાનું તોયે રોજ ટોકું છું,
કહે ‘અર્થ’ થાય નહિ કોઈ અનર્થ,
બસ ! એટલે જ ખુદને રોકું છું.