દીકરી મારી
દીકરી મારી


મને મારું સર્વસ્વ ભાસતી દીકરી મારી.
ઘરઆંગણમાં કેવી શોભતી દીકરી મારી.
હસતી, કૂદતી, રમતી ને રિધ્ધિ ઘરની રખે,
મુસ્કુરાતી એ કેવી જાગતી દીકરી મારી.
બની જતી પ્રેમનો પર્યાય પિતા કાજે એ,
સારસંભાળ પિતાની રાખતી દીકરી મારી.
કાળજાના કટકા સમી ઉરઆંગણે રહેતી,
વર્તને સ્નેહસુધા છલકાવતી દીકરી મારી.
પરમ ભેટ છે મારે જગદીશની કૃપાથકી,
પિતૃ- શ્વસુરગૃહને દીપાવતી દીકરી મારી.