STORYMIRROR

Nayana Charaniya

Classics Inspirational

4  

Nayana Charaniya

Classics Inspirational

ધ્યાન રાખજો

ધ્યાન રાખજો

1 min
256

સ્વાદને બદલવા ઉમેર્યું મીઠું મરચું જરા ધ્યાન રાખજો,

કોયલના ટહુકા બોલે આજ કાગ જરા ધ્યાન રાખજો.


નથી કોઈ ઝંખના એવી મારી ગમતી કવિતા લખું આપની,

લખું છું એમાં વ્યથા વ્યક્ત થાય તો જરા ધ્યાન રાખજો. 


દુનિયા તો ગોળ છે ફરી એકવાર મળીશું ક્યાંક આપણે,

બહુ બોલી બોલીને બગાડ્યા હતાં સંબંધો યાદ રાખજો.


ભલે આજ સમય બદલ્યા અને સંગોજો સજાવ્યા ઠાઠથી,

આપણી યાદોના દિવડા ફરી ક્યારેક પ્રગટાવી રાખજો.


જુઓ તો સાચું જોવા જ ખોલજો તમારા આ 'નેત્રમ' 

ખોદે જે ખાડો પડે એજ આડો જરા ધ્યાન રાખજો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics