STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics Inspirational

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics Inspirational

ધીર ધૂરંધરા શૂર સાચા ખરા

ધીર ધૂરંધરા શૂર સાચા ખરા

1 min
439


ધીર ધૂરંધરા શૂર સાચા ખરા

મરણનો ભય તે તો મન નાણે

સર્વ નિખર્વ દળ એક સામાં ફરે

તરણને તુલ્ય તેને જ જાણે.

મોહનું સેન મહા વિકટ લડવા સમે

મરે પણ મોરચો નહિ જ ત્યાગે,

કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા

એ દળ દેખતાં સર્વ ભાગે.

 

કામકામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી

સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી ને ક્રોધ મદ લોભ દળમાં મુખી.

લડવા તણો નવ લાગ લાગે,

જોગિયા જંગમ તપી ત્યાગી ઘણા

મોરચે ગયે ધર્મદ્વાર માગે.

 

એવા એ સેનશું અડીખમ આખડે

ગુરુમુખી જોગિયા જુક્તિ જાણે,

મુક્ત આનંદ મોહ-ફોજ માર્યા પછી

અખંડ સુખ અટળ પદ રાજ માણે.

 

- મુક્ત આનંદ


Rate this content
Log in

Similar gujarati poem from Classics