STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

4  

Rajeshri Thumar

Inspirational

દેશનો સાચો હીરો

દેશનો સાચો હીરો

1 min
353

હર નાગરિકના વિશ્વાસે જીવે સૈનિક,

દેશની અખંડિતતાએ જ લે શ્વાસ સૈનિક,

લોહીના છેલ્લા બુંદે પણ લડે સૈનિક,

લોહી રેડી પણ બચાવી લે ત્રિરંગો સૈનિક.


ધરબે બધી ઈચ્છાઓ હૈયે સૈનિક,

તોડે નાતો ઘર ને દેશ દુનિયાથી સૈનિક,

દેશ રક્ષાકાજ ખડેપગે કરે ચોકી સૈનિક,

જાગતો સરહદે દિન-રાત સૈનિક.


ધબકાવવા આપણું હૃદય, ગુમાવે ખુદનું સૈનિક,

બચાવવા મા ભોમકાની લાજ ઝઝૂમે સૈનિક,

કાશ્મીર કાજ થયાં શહીદ લાખો સૈનિકો,

સ્વર્ગની સ્વર્ગભૂમિને ઉગારી લેતા સૈનિકો.


ના છોડે સંઘર્ષ ત્રિરંગાની આન ખાતર સૈનિક,

લડે દુશ્મનો સંગ ત્રિરંગાની શાન ખાતર સૈનિક,

આન બાન શાન જ છે ત્રિરંગાની સૈનિક,

કરે મોતને પણ મીઠુ લપેટવા ત્રિરંગાને સૈનિક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational