STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

દેશ મારો

દેશ મારો

1 min
14K


સૌથી સવાયો છે દેશ મારો.

જગમાં છવાયો છે દેશ મારો.


સંસ્કૃતિ એની સર્વોપરી સૌથી,

સંતોનો ગણાયો છે દેશ મારો.


મમતાની મૂર્તિ સમો પરિવાર,

ગીતોમાં ગવાયો છે દેશ મારો.


ખુદ ઇશ પણ આવવા ઝંખે,

વેદોનો પાયો છે દેશ મારો.


ના જાતિના ભેદ પરખાતા,

ઐક્યમાં પૂજાયો છે દેશ મારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational