ડોસો
ડોસો
દંભની દુનિયામાં વાત રાખી અંગત સઘળી.
કરું મારી વાત એ તો સાંભળે હવે મન મરજી.
ખડગ રાખે છે હવે સૌ કોઈ હવે,
કરીએ શું કરગરી?
ચાલ બેસી પેલા કાઠે.
કહું વાત હવા ને સઘળી,
ખાલીપાને નિકળી જવા કહી મેં ધમકાવ્યો.
રૂમાલ એક બસ સાથે રાખી,
એ ખારો આંસુ લૂછી નાખ્યો.
વ્હાલપથી એ આંસુ લૂછી.
લઉં લાકડી નો હાથ,
માથું ઝાલી એનું હું જાતો લટકા કરતો.
ઘર ભણી ભાગુ હું દંભી હાસ્ય લઈને,
જોયા સૌ એ મને બસ,
એ આંખો ને અવગણીને.
ડોસો તો આવ્યો છે કંઈક ગણગણીને.
