કેવો હશે વાલમો?
કેવો હશે વાલમો?
યૌવનની પાંખે શમણાં ફૂટે નખરાળી આંખે,
નટખટ છોકરી શરમાતી ચાલે એનું ગંભીર મૌન નાચે,
થરકાટ ને થનગાટ વચ્ચે સવાલ ને એ ભાળે,
કેવો હશે વાલમો?
એ તો નિશદિન કંઈક ખોવાણી,
એની ચાલ ને કેડી ભુલાણી,
રમણ ભમણ કંઈક આ બટકબોલી છોરી,
પ્રીતનાં પોખણા લઈ પનઘટ ની ચાલ,
બેડલા ને વાત કરે મલકે કૂવાની પાળ.
એ તો લજામણી જેમ શરમાતી,
કેવો હશે વાલમો?
કંઈક આમ એ પુલકિત તો થાતી,
ચંદ્રની લાલિમા ને વાલમનાં નામે,
લલાટે પોતાનો ચન્દ્ર અજવાળતી.
