STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

4  

Mulraj Kapoor

Inspirational Others

ડોક્ટર

ડોક્ટર

1 min
292

ખેડૂત ખેતરે ખેતી કરે, 

ધાન લોકો માટે ઉપજાવે.

કામ જન કલ્યાણનું કરે, 

કદરની ન પરવા કરે.


એવી જ રીતે છે ડોક્ટર, 

સેવા તણાં કામમાં માસ્ટર, 

આજના ભગવાન કેવાય, 

એમના વિના કેમ રેવાય ? 


સેવાધારીનો ભેખ ધરે,  

દિવસ રાત સેવા એ કરે, 

દવાખાનાને મંદિર ગણી, 

ઉપાધિ પામી  દેવ તણી.


લોકોની પીડા દુર કરતાં, 

ભૂખ ને પ્યાસ ભૂલી જતાં, 

સેવા કાજે તત્પર રહેતા, 

આજના જમાનાના દેવતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational