STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

ઢળી જશે

ઢળી જશે

1 min
271

પાંપણે સૂર્ય ય ઢળી જાશે,

સ્વપ્નની રાખ પણ બળી જાશે. 


પેટની આગ ભૂખની બૂમો, 

રાતનાં ચાંદ પણ ગળી જાશે. 


કામ કર, હાથ પગ હલાવીને, 

કર મહેનત અહીં મળી જાશે. 


રૂપ તારું નવીન જોઈને, 

ત્યાંજ આઘાતમાં છળી જાશે. 


ત્યાં અધૂરી રહી ગઈ વાતો, 

જાણવા વાત એ વળી જાશે. 


હાથ તાળી રમત રમી ભાગી,

લાગ મળતાં પછી ભળી જાશે.


ચાલ ગજરાજની અહીં ચાલી, 

આજ રૂઆબ પણ રળી જાશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance