STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

દાતારી તમારી

દાતારી તમારી

1 min
214

દાતારી તમારી….

ગઝલ…છંદ -મુઝારિઅ

લગાગાગા ગાલગાગા લગાગાગા ગાલગાગા

નભે  દોડે વાદળીઓ,  હરખથી  સંદેશ  દેતી

નથી માપે તો મપાતી જ, આ દાતારી તમારી

 

ધરા  ઝીલી એ અમીધાર, ખીલે રૂપથી રૂપાળી

ધરે ઋતુઓ થાળને ધન્ય, આ દાતારી તમારી

 

સમાયે ના નજરમાં રૂપ રંગે મઢ્યા આ નજારા

મનોહર  જલધાર  સંગે , રમે  દાતારી તમારી

 

રમે વૈભવથી  કલરવે વસંતો વગડો સજાવી

મઢી સ્વર્ગસી ધરા, ધન્ય આ દાતારી તમારી

 

અંબર ખીલે મસ્ત પ્રભા લઈ લાલીમા ઉષાની

સકળ સૃષ્ટિને  સજાવે  જ, આ દાતારી તમારી

 

ઢળે  સંધ્યાને  રમે  આભ  મધ્યે દર્શન  રૂપેરી

શરદની  રાતે  રમાડે,  રંગે  દાતારી  તમારી

 

રમે પંખી સપ્ત સાગર પટે ગાતાં મુક્તિ ગાનો

કળા  ઐશ્વર્યથી ભરી  છે ,મહા દાતારી તમારી

 

અંતર ભીંજાયે તવ કૃપા થકી ને શાતા જ મધુરી

રૂડી  સર્વથી  જ   દીઠી,  મહા  દાતારી  તમારી

 

રમે  ને  ભાવે  રમાડી  સમાવે  આ  ગોદ તારી

સજળ  નયને  નીરખે 'દીપ, આ દાતારી તમારી

રમેશ પટેલ(આકાશદીપ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational