STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

દાસ બનાવો, નિજ ચરણનનો

દાસ બનાવો, નિજ ચરણનનો

1 min
330


દાસ બનાવો, નિજ ચરણનનો, 

દાસ મને, મધુહાસ ! બનાવો !

ખાસ બનાવો, નિજ ચરણનનો, 

દાસ મને, પણ ખાસ બનાવો !


આસક્તિ સઘળીય હઠાવો, અન્ય હૃદયથી રાગ હઠાવો,

રાગ જ ગાવો, એક તમારો કાજ ઉરે અનુરાગ જગાવો !... દાસ બનાવો.


વાસ કરો તનમન અંતરમાં, રોમરોમમાં રાસ રમી લો,

વાણીમાં પ્રકટો હંમેશાં, દુષ્ટ તત્વને ભલે દમી લો... દાસ બનાવો.


જ્યોત બની પ્રેમલ જીવનમાં અંધકારને દૂર હઠાવો;

પ્રેમજલ થકી જીવન સીંચી શાંતિ તણા ફલને પ્રકટાવો... દાસ બનાવો.


સ્વર્ગ થકી સુખ આપીને બીજાના પણ ક્લેશ કપાવો;

અમૃત વરસાવીને મુજ પર અમૃત બીજાનેય અપાવો... દાસ બનાવો.


તમારા જ ધ્યાન મહીં ‘પાગલ’ પ્રેમી મુજને પૂર્ણ બનાવો,

દિવસ રાત દર્શન આપીને મહિમા આ જગનેય જણાવો... દાસ બનાવો.


- શ્રી યોગેશ્વરજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics