STORYMIRROR

Sejal Ahir

Classics Inspirational

4  

Sejal Ahir

Classics Inspirational

દાદીમા

દાદીમા

1 min
319

મસાલાની સુંગધથી રસોઈ રસબળ બનાવે છે,

હાથમાં જાણે અન્નપૂર્ણામાનો વાસ ધરાવે છે.


મેથીના વડા દાદીમાં બનાવીને અમને ખવડાવે,

મીઠો, ચટાકેદાર સ્વાદ માનો પ્રેમ અપાવે છે,


સંસ્કારોનું સિંચન કરે સદા મા બનીને વર્તે છે,

સખી બનીને મારી દાદી મોજમસ્તી કરાવે છે,


નાનપણ જાણે ઘડીકભરમાં સરકીને વહી ગયું,

શીખવેલી શિખામણ દાદીમાની યાદ સતાવે છે.


બંધ મુઠીમાં ઘરની ખુશીઓને સંભાળીને રાખી,

હજારો મુશ્કેલીઓ સામે સાચી રાહ બતાવે છે.


આઘાત લાગ્યો જ્યારે આ દુનિયા છોડી તમે,

બાળપણથી વિતેલી પળો યાદ તાજી કરાવે છે.


બાવીશ અગિયાર અઢારે સ્વર્ગમાં સિધાવ્યા,

છબી જોતા લક્ષ્મીબા યાદો તમારી રડાવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics