ચટણી
ચટણી
આમ અચાનક ચટણીનો સ્વાદ જીભે લાગી જશે,
એવી કયાં મને ખબર હતી,
મારા જીવનમાં ખટમીઠી સ્મરણોને ફરી જીવંત કરી જશે,
એવી કયાં મને ખબર હતી,
થોડી થોડી કરીને મારી સારી આદતોમાં ચટણી વસી જશે,
એવી કયાં મને ખબર હતી,
તું પણ આમ મારા હાથની આંગળીઓ ચાટી જઈશ,
એવી કયાં મને ખબર હતી,
ચટણીની તીખાશ અને મીઠાશ જીવનભર સાથે રહેશે,
એવી કયાં મને ખબર હતી,
તું નહીં તો તારી ચટણીના સહારે જીવન વીતી જશે,
એવી કયાં મને ખબર હતી.

