પ્યારી ભાષા
પ્યારી ભાષા
1 min
176
પ્રાણપ્યારી દીલની સારી
ભાષા મારી સૌથી સારી,
એક શબ્દના અનેક અર્થ
અનેક શબ્દનો એક અર્થ,
વાંચે તેને મજા આવે
સાંભળે તેને આનંદ આવે,
માત્ર સોરી કહેતા નથી આવડ્યું
માફ કરીને કાન પકડતા શીખવ્યું,
દિલની પ્યારી અક્ષરોની લાડલી
શબ્દોની અનોખી ભાષા મારી લાડલી,
ભલેને ટાઈટલ અંગ્રજીમાં હોય
લખાણ તો માતૃભાષામાં જ હોય,
ભાષા તારી લાગે બધાને સારી
ચુંબકીય ધ્રુવની જેમ ખેંચે બધાને વાલી,
અંગ્રેજી મગજમાં ફસાય
ગુજરાતી દિલમાં વસે.
