STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

છે

છે

1 min
385

કઠોર લાગતી હતી સજા ઘણી મનાય છે ?

હિસાબ મા કરે અલગ એથી અહીં ભણાય છે, 


હજાર વાર વારતા કરી છતાં અસત્ય એ, 

એ પારખું નજર મળે કૃપા થતાં જીવાય છે, 


કરીશ સાધના શબદ ફળે લખી શકાય તો, 

ફળે શબદ છતાં કદીય સત્ય ક્યાં લખાય છે ? 


ફરી અહીં પ્રશંસકો મળી ગયા મગજ ફર્યુ, 

મિજાજ ને લગામ રાખ હાથમાં, રખાય છે ?


ફરજ હતી બજાવવી પડે બજાવ પ્રેમથી 

જવું પડે જ એટલું કહી પછી જવાય છે, 


 પ્રમાણ આપવા ઘણીય વાત ત્યાં કરી છતાં, 

નવી કથા ફરી અહીં નવા રુપે વણાય છે, 


નમી શકાય માન આપવા વડીલને અહીં 

ઘવાય માન ત્યાં સુધી કદી ઝૂકી શકાય છે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance