ચેસ અને જીવન
ચેસ અને જીવન


પ્યાદું ચાલે આગે,
દેખી દુશ્મન ભાગે,
પા પા પગલી એક કે બે,
મંઝિલ પહોંચ્યા રાણી ઝબ્બે,
ત્રાંસી મારે પાંચમે તો સીધું,
ઘોડે ચડી અમૃત પીધું,
અઢી પગલાં કૂદી જાતું,
આડે અવળે પહોંચી જાતું,
ઊંટડી ચાલે ત્રાંસુ,
ફેંકે જબરું પાસું,
હાથી ભાઈ તો જાડા પાડા,
ઊભાં ને વળી ચાલે આડા,
રાણીની તો શું કરવી વાત,
ગમે તેને મારે લાત,
આડા ઊભા ત્રાંસા ચાલે,
ભરી બઝારે એક જ મ્હાલે,
રાજા આમ તો બીતા ચાલે,
કેસલિંગ કરવાં કેવા ફાલે,
ચેક મેટ થયે માંદા પડે,
બહું થાય ને ભાંગી પડે,
માણસ બિચારો જન્મે ત્યાંથી,
ઠોકર ખાતો ચડતો પડતો,
એક સાંધે ને તેર તૂટે,
મિત્ર મંડળ છાના લૂંટે,
લાલચ લોભે ભરાઈ પડતો,
સગો સૌથી પહેલો નડતો
જીવન એ શતરંજનો ખેલ,
ચાલે રચાય વિચાર,
દરેક પગલું ગણતરીનું,
નસીબનો લે નિર્ધાર
નાઈટ સમ ઉછળે કોઈ,
અવરોધને કૂદી જાય,
પ્યાદું ચાલે ધીમે,
પણ રાણી બનવા થાય
રાજા નાજુક, ચાલે ધીમે,
બચાવે સમગ્ર ખેલ,
પર વિરોધીની ચાલોનો,
રહે છે હંમેશા મેલ
બલિદાન આપી નાની ગોટી,
મોટી જીત લાવે,
જીવનમાં પણ ખોઈને,
માણસ ઘણું પામે