STORYMIRROR

Dharmesh Unagar

Tragedy

3  

Dharmesh Unagar

Tragedy

ચારેકોર છે તુંં.

ચારેકોર છે તુંં.

1 min
26.1K


શ્વાસ ચોરી જાય છે તો ચોર છે તું.

જીવમાં પણ જીવ દે, કૈ ઔર છે તું.

ચાર નહીં પણ લાખ ચોર્યાશી ફરાવ્યા-

તે સતત ફેરા, અનોખો ગોર છે તું.

કોઇનાથી થઇ શકે નહીં કૈ સુધારા

બહાર ઉપસે એ ભીતરની મ્હોર છે તું.

એક બાજું છે અહમના લાખ શસ્ત્રો

તો બીજી બાજું ઉછરતા ન્હોર છે તું

શાસ્ત્રમાં સમજણ નથી પડતી કશી પણ

એટલું જાણું કે ચારેકોર છે તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy