જીવન ઉડાન
જીવન ઉડાન
ડાફ ઉપર ડાફ ભરતો જાય છે ધર્મેશ ઉનાગર
ને પવનમાં એમ તરતો જાય છે ધર્મેશ ઉનાગર
રાતમાં અજવાશ, તડકામાં કરી છાયો પછી પોતે
ટેકરા ખાડા વિહરતો જાય છે ધર્મેશ ઉનાગર
જેમ ફાવે તેમ સૌ બેફામ થઈને ફેંકતા કાદવ
સૌ કહે છે કે નિખરતો જાય છે ધર્મેશ ઉનાગર
જિંદગીએ ફૂલની જેવો નજાકત સ્પર્શ જ્યા કર્યો
ખુશ્બુની માફક પ્રસરતો જાય છે ધર્મેશ ઉનાગર
કોઈની પરિપૂર્ણ ઉત્કંઠા અભિલાષા થશે નક્કી
તારલાની જેમ ખરતો જાય છે ધર્મેશ ઉનાગર
જાય છે અધ્ધરથી પણ અધ્ધર અને બીજી દશા એવી
તળથી પણ ઊંડે ઊતરતો જાય છે ધર્મેશ ઉનાગર
