STORYMIRROR

Dharmesh Unagar

Others

2  

Dharmesh Unagar

Others

જોવા મળે છે

જોવા મળે છે

1 min
13.7K


એક જણ વણઝારમાં જોવા મળે છે.
જેમ હિરો હારમાં જોવા મળે છે.
 
સિધ્ધ કૈ થાતો નથી લાંબા સમયમાં
પ્રેમ તો પળવારમાં જોવા મળે છે.
 
જોઇ લે મારી ગઝલનું ચિત્ર, તારા-
હુબહુ આકારમાં જોવા મળે છે.
 
બિંબને શું કામ તારે ફોડવું છે?
એ જ તો અણસારમાં જોવા મળે છે.
 
એમની જોવાય નૈ ક્યારેય આંખો
બ્લેડ જેવી ધાર ત્યાં જોવા મળે છે.


Rate this content
Log in