લીપટ જા
લીપટ જા
1 min
2.7K
વિલંબ ક્ષણ પણ કર નહીં તું જટ લીપટ જા.
તું વેલનો છે છોડ ને હું થડ, લીપટ જા.
ફરફર પવન હોવા છતા સજ્જડ લીપટ જા.
લોકો ભલે કહ્યા કરે નફ્ફટ, લીપટ જા.
રોમાંચ ખરવાનો અનુભવ્યો કદી તે?
વસંતને છોડી કદી પતજડ લીપટ જા.
એ ગાલ પર વિખરાય તો પાછળ ધકેલે
તો કાનની સાથે ક્ષણિક હે લટ;લીપટ જા.
થાતી નથી કંઇ પણ અસર આ ચામડીને,
તેથી કહું છું ફક્ત તું ના અડ,લીપટ જા.
