STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

0  

Baal Sahitya Gujarati

Classics Children

ચાલો રે બેની ગરબે રમીએ

ચાલો રે બેની ગરબે રમીએ

1 min
298


ચાલો રે બેની મારી ગરબે રમીએ,

તાળી વગાડતાં ગરબે ઘૂમીએ

આભલાં જડેલ મારા ચણિયાની કોર

ઓઢણીમાં ચિતર્યાં છે ઢેલ અને મોર

ઘમ્મર ઘમ ઘૂમતાં ગરબે રમીએ

તાળી વગાડતાં ગરબે ઘૂમીએ

ઢોલક મંજિરા ને બંસી વાગે

ગરબો અમે ગાઈએ મીઠા રાગે

વાંકા વળીને ગરબે રમીએ

તાળી વગાડતાં ગરબે ઘૂમીએ

શરદ પૂનમની છે રઢિયાળી રાત

ચાંદા સાથે કરતાં તારલિયા વાત

મુખડું મલકાવતાં ગરબે રમીએ,

તાળી વગાડતાં ગરબે ઘૂમીએ

ચાલો રે બેની મારી ગરબે રમીએ,

તાળી વગાડતાં ગરબે ઘૂમીએ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics