ચાલને વિહરીએ ઊડતા ગગનની સફરે
ચાલને વિહરીએ ઊડતા ગગનની સફરે
નથી જ્યાં જીવન શક્ય એ ગ્રહ છે મંગળ
અવકાશે વિહરતા ગ્રહોમાં લાલ રંગે મંગળ
ચાલને વિહરીએ ઊડતા ગગનની સફરે..
એલિયનનું જ નિવાસસ્થાન છે મંગળ
રાખોડી રંગે અને પોચું શરીર નિવાસી મંગળ
ચાલને વિહરીએ ઊડતા ગગનની સફરે...
પૃથ્વીનો પડોશી ગ્રહ તરીકે ઓળખાય મંગળ
સજીવસૃષ્ટિ રૂપે ત્યાં નથી એકે માનવ એ મંગળ
ચાલને વિહરીએ ઊડતા ગગનની સફરે...
લાલ રંગથી જે સૌને આકર્ષે એ મંગળ
અવકાશમાં ગ્રહોમાં જે વિશિષ્ટ અસ્તિત્વ એ મંગળ
ચાલને વિહરીએ ઊડતા ગગનની સફરે...
પૃથ્વીવાસીઓ સૌને નડ્યો ગ્રહ છે મંગળ
શુભપ્રસંગે જેને યાદ કરાય તે છે મંગળ
ચાલને વિહરીએ ઊડતા ગગનની સફરે...
