Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ચાલને જંગલના રસ્તે

ચાલને જંગલના રસ્તે

1 min
203


ચાલને આ સિમેન્ટ કોંક્રિટના રોડ ને છોડી

જંગલના રસ્તે જઈએ.

ચાલને આ વનરાજીથી,

મનની ધરાને સંતૃપ્ત કરીએ,


ચાલને આ ખળ ખળ વહેતા ઝરણાની મોજ માણીયે.

ભીતર થીજી ગયેલી લાગણી ને પીગાળીએ.

આ વાહન ને ફેકટરી ઓ ના કર્કશ અવાજથી દૂર થઈ,

આ પંખીઓનો કલરવ સાંભળીએ,

ચાલને જીવનની મજા માણીએ.


ચાલને આ ઋષિઓના આશ્રમ જઈ,

આ હૃદયને સંતૃપ્ત કરીએ.

ચાલને આ અદેખાઈ, ઈર્ષ્યા, નફરતને જોઈ જોઈ થાકેલી આંખોમાં,

સપનાંના નવા રંગો ભરીએ,

ચાલને રોજ નવા કોયડા નવા પ્રશ્નોથી થાકેલા મનને,

થોડો આરામ આપીએ,


ચાલને આપણે જંગલ ના રસ્તે જઈએ.

ચાલને જંગલમાં પણ મંગલ કરીએ.

જીવનની સાચી ઉજાણી કરીએ.

સૂકી થઈ ગઈ છે આ હૃદયની ધરા,

ચાલને થોડી ભીનાશ અર્પીએ,


ચાલને આપણે જંગલના રસ્તે જઈએ,

ફ્રીઝ એસી ને કોરાણે મૂકી,

ચાલને નિર્ભેળ હવાની લહેરખીનો આનંદ લઈએ,

ચાલને આપણે કુદરતના સાનિધ્યમાં,

અદભૂત આનંદનો લહાવો લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational