STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ચાલને એક નવી દુનિયા બનાવીએ

ચાલને એક નવી દુનિયા બનાવીએ

1 min
147


ચાલને એક નવી દુનિયા બનાવીએ,

ભૂતકાળને ભૂલી મળેલી ક્ષણોમાં જીવીએ,

ચાલને એક દુનિયા બનાવીએ.


બેસુરી બની ગઈ છે આ જીવનની વીણા,

ચાલને આ વીણાના તાર જોડી જીવન સંગીતમય બનાવીએ,

ચાલને એક નવી દુનિયા બનાવીએ.


મઝધારે તોફાનમાં ફસાઈ આ જીવનની નાવ,

ચાલને એને પાર લગાવીએ.

ચાલને એક નવી દુનિયા બનાવીએ.


ચાલને આ સૂરજની રજામંદી લઈ.

આ અંધકાર ભરેલા જીવનને ઉજાળિયે,

ચાલને એક નવી દુનિયા બનાવીએ.


ચાલ આ ચાંદ, તારાને મનાવી,

જીવનની રાહ રોશન કરી લઈએ,

ચાલને એક નવી દુનિયા બનાવીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational