ચાલ ને
ચાલ ને
ચાલ ને બગીચા ના બાંકડે બેસીએ,
અલક મલકની વાતો કરીએ,
સિંગ ચણાની જ્યાફત ઊડાવીએ
મકાઈનો ખાઈએ ડોડો,
મોજ મજા કરીએ,
ભૂલીએ દુઃખની વાતો,
જે ક્ષણ મળી એમાં જીવી લઈએ,
ભૂલી જઈએ ગઈ કાલ,
આવતી કાલની ફિકર શું કરવી ?
બસ મળ્યું એને માણી લેવું,
પાસે છે એને જાણી લેવું,
ફૂલ પર બેસેલા પતંગિયાએ આપી મોજમાં રહેવાની સમજ,
ફૂલોએ આપી બે ઘડી જીવી ને બીજાનું
કલ્યાણ કરવાની સમજ,
આ વૃક્ષે આપ્યું સદા આપતા રહેવાનું જ્ઞાન,
આ હવા એ તો જાણે ઈજારો રાખ્યો ડહાપણનો,
સમજાવ્યો જીવનનો સિદ્ધાંત,
સંગ એવો રંગનું આપ્યું મહા જ્ઞાન,
પક્ષીઓ ભલા ક્યાંથી બાકી રહે,
એને પણ આપી મજાની શિખ,
સંગ્રહખોરી ના કરો,
ઈશ્વર પર આસ્થા રાખો,
આ સ્મિત આપીને બાગ બોલ્યો,
જીવન પણ એક બાગ જેવો,
ફૂલની જેમ મહેકતા રહો,
પંખીની જેમ ચહેકતા રહો.