બુલંદ અવાજ
બુલંદ અવાજ


લોકડાઉનનો અવાજ વધુ બુલંદ બનાવીએ.
ઘરમાં જ રહી સમાજને સલામત બનાવીએ
આવી પડેલ કપળા કાળનો સામનો કરીએ
વારંવાર સાબુથી હાથ સાફ કરીએ
ડોક્ટર પોલીસ સેવા કરીને સન્માન આપીએ.
પ્રધાનમંત્રી રાહત ફંડમાં ખુલ્લા હાથે દાન આપીએ.
પુસ્તકને મિત્ર બનાવી સાહિત્યનો આનંદ લઈએ
બાળક સાથે રમત રમવી નિજાનંદ લઈએ.
મારી સુરક્ષા એ જ રાષ્ટ્રની સુરક્ષાનો મંત્ર બનાવીએ.
થોડાક દિવસ ઘરમાં રહીને કોરોના મુક્ત દેશ બનાવીએ.
ચાલો વૈશ્વિક મહામારીને જનઅભિયાન બનાવીએ
લોકડાઉનનો અવાજ વધુ બુલંદ બનાવીએ.