STORYMIRROR

Shaurya Parmar

Classics Inspirational

3  

Shaurya Parmar

Classics Inspirational

બળે છે

બળે છે

1 min
27.5K


ખરેખર તારા ગયા પછી, 

અહીંયા હોળી જ છે, 

જેમા કોઈ રોજ બળે છે,

 

નથી લાકડા, નથી દીવાસળી, 

નથી ચિનગારી અહીંયા,

નથી કોઈ ધુમાડો, 

પણ અગન પળેપળે છે.

બેરંગ બનેલી દુનિયામાં, 

રંગ લાવુ તો લાવુ ક્યાંથી? 

તુજ વિના નથી કોઈ ઉત્સાહ, 

નથી કોઈ ઉમંગ, 

બસ વરાળ નીકળે હૈયામાંથી, 

બસ એ આગને કારણે, 

હજુ પણ કોઈ ઝળહળે છે.

ખરેખર તારા ગયા પછી, 

અહીંયા હોળી જ છે, 

જેમા કોઈ રોજ બળે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics