STORYMIRROR

Vimal Soneji

Inspirational Others

3  

Vimal Soneji

Inspirational Others

બિંદિયા પરીઓની રાણી

બિંદિયા પરીઓની રાણી

1 min
226

શબ્દોની રંગોળી જ સેતુ છે 

કુદરતની રંગત પણ સેતુ છે 

કુદરતી ઉપચાર કેંદ્ર પણ સેતુ છે

૧૪.૪.૧૮ ની સૌભાગ્યવતી ક્ષણ પણ સેતુ છે

જ્યાં બિદડામાં બિંદયાબેનની મિત્રતાનો સેતુ રચાયો,


સ્મરણ સંદુકમાંથી મોકલ્યો તેમણે 

મારો તેમને તત્કાળ લખેલ પત્ર 


બિંદિયા શોક રહિત અશોક વાટિકામાં ચમકે

બિંદિયા પ્રભાતે ઉષાના લલાટે ચમકે

બિંદિયા ગૃહમંદિરે દિપ બની ચમકે,


બિંદિયા સ્વના શબ્દોમાં ચમકે

બિંદિયા સ્વના ચિત્રોમાં ચમકે 

બિંદિયા સ્વની કવિતામાં ચમકે,


બિંદિયા સમ્રાટસમ અશોકના ચિત્રકારીમાં ચમકે

બિંદિયા મનમીતના ગીતોમાં ચમકે

બિંદિયા સૌની આરતીમાં ચમકે

બિંદિયા પરીઓની રાણીમાં ચમકે,


બિંદિયા નિશારાણીની ઓઢણીમાં ચમકે,

ચમકતી ઓઢણીના પાલવમાં સૌ સદા

ચમકતા રહો ચહકતા રહો ને ચાહતા કહો 

એજ 

વિમલ ને વિમલમાના વિશેષ આશિષ,


બિંદિયાબેને મોકલેલ પત્ર સાથેનો સંદેશ

તમને મોકલું છું સંભારણું

પ્રથમ મુલાકાતનું નજરાણું

તમારા પ્રેમાળ શબ્દોનું આ છે 

આપણી મિત્રતાનું વિમલ ઝરણું.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Inspirational