ભવ્ય
ભવ્ય


મિલન ઊભયનું એક ભવ્ય ઉત્સવ હશે.
ને વિરહની વેઠેલી પીડા તણો પ્રસવ હશે.
છીએ પરસ્પર સંલગ્ન વિશ્વાસ બુનિયાદે,
મનમંદિરે રખેને પ્રેમદેવતાનો ઘંટારવ હશે.
સહી છે વેદના કેટકેટલી એકલતા પળોમાં,
એકમેકમાં સમાવવું રખે દર્દનો આસવ હશે.
કૈંક વિટંબણાઓ કરી ઊભી આ દુનિયાએ,
પરસ્પરની સ્વીકૃતિ શકે એનો પરાભવ હશે.
શું સમજે હિસાબી જગત ભાષા પ્રેમતણી,
કેમ સમજાય આપણા ઉરે લાગ્યો દવ હશે.