STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ભવોભવની સગાઈ છે આપણી

ભવોભવની સગાઈ છે આપણી

1 min
310

દિલથી દિલની સગાઈ છે આપણી,

રૂહથી રૂહની સગાઈ છે આપણી,

તું વરસતું વાદળ ને

હું મેઘ બિંદુ,

જન્મો જન્મની સગાઈ છે આપણી,


તું હરખાતું ફૂલ ને,

હું ખુશ્બુ તારી,

ભવોભાવની સગાઈ છે આપણી,


હું દરિયા ને માછલી ને,

તું દરિયા દિલ દરિયો મારો,

તારા વિના હું પ્યાસી,

ભવોભવની સગાઈ છે આપણી,


હું મધુર સ્મિત કરતું ફૂલ ને,

તું ઝાકળ બિંદુ મારું,

જન્મો જન્મની સગાઈ છે આપણી,


હું ચમકતો ચાંદ ને,

તું ઝગમગતું આકાશ મારું,

ભવોભવની સગાઈ છે આપણી,


હું મહેકતું ફૂલ ને,

તું  જીગરજાન પતંગિયું મારું,

જન્મોનો નાતો છે આપણો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational