ભૂતકાળ
ભૂતકાળ
ભુતકાળ કે સુંદરકાળ,
કે ખબર નહીં બીજું કેટલું બધું,
ધબકતી ખુશહાલ લાગણીઓ,
હસતી રમતી નજરો.....
એ શબ્દો વગરના મૂક બાણ,
નજરો થી ચાલતા,
ને છેકકકક દિલ માં ઊતરતા....
લાગણીઓ ના ઘોડાપૂર,
વરસાદ ની મહેક,
તારા હસવાની ચહેક...
અને બીજું બધું રાતુંચોળ,
ચહેરો પણ રહેતો એમ જ, ગુલાલ...
જાણે સમગ્ર બ્રહ્માંડ માં,
ખાલી હું ને તું,
બસ તું ને હું,
હવે કહો
આ ભૂતકાળ કે સુંદરકાળ...?

