ગરબો
ગરબો
યાદ આવે "ગરબો"
બાળપણ ની ક્ષણોમાં,
ગરબો માથે લઇ,
રમતી, હસતી, ગાતી ગરબા ગીત,
આજ ઉંમર ચાડી ખાય છે,
હવે નહી તો ગરબો માથે લેવાનો,
અને રમાતો પણ નહી,
બસ યાદ કરતી ક્ષણેક્ષણ માં,
પછી અચાનક મને હું જ દેખાણી
રમતી ને ગરબા ગાતી,
એક બાળકી માંં,
મલકાતી
અને ગાતી હતી,
ગરબા અનેક,
બાળાઓને જોઈ
ગરબા કર્યા તૈયાર,
મુક્યા એમની માથે
ઈંઢોણી ની સાથ,
હવે હું રમીશ, ગાઈશ ગરબા
નવ દિવસ,
અને જીવીશ ફરી બાળપણ ની લાગણી,
એ બાળાઓના આનંદ ઉલ્લાસમાં,
ફરી એ બાળપણ ની ક્ષણોમાં..!
